
સુરત શહેરમાં દેશી, વિદેશી દારૂનાં અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્નાં છે. સ્થાનિક પોલીસ કામગીરી ન કરતા છેવટે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરીને કામગીરી કરવી પડી રહી છે. ફરી ઍકવાર સ્ટેટ મોનિટરિંગ સેલે પૂણા અને સિંગણપોર પોલીસ મથકની હદમાં ધમધમતા દારૂનાં અડ્ડાઓ પર રેડ કરતા પોલીસ દોડતી થઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બંને સ્થળોઍથી કુલ ૯ આરોપીઓને ઝડપી પાડી આશરે રૂ. ૨ લાખની મત્તા કબજે કરી છે, જ્યારે ૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, ઉમરવાડા સૂર્યા નગરની પાછળ સોનિયા નગર વસાહતમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્ના છે. આ હકીકતના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે છાપો માર્યો હતો. ત્યારે સૂર્યા નગરમાં રહેતા ઇન્દુબેન ઉત્તમભાઈ જાવરે, ભાણા નરસુ શિંદે, સમર વિજય પાલ, ગણેશ ભટુ પાટીલ, રાકેશકુમાર સંજયકુમાર, સિદ્દીક યાકુબ પઠાણ, જ્યોતિ સિદ્દીક પઠાણ નામના બુટલેગરો રંગેહાથ પકડાઈ ગયા હતાં. આ દારૂના અડ્ડા ઉપર પૂજા જનાર્દન સરોજ દારૂનો અડ્ડો ચલાવી રહી હતી. જ્યારે વિશાલ ઉર્ફે લંબુ નામનો બુટલેગર દારૂનો જથ્થો આપી ગયો હતો. જોકે, પોલીસની રેડ દરમિયાન બંને ઘટનાસ્થળે મળ્યા ન હતાં. જ્યારે આ દારૂના અડ્ડા પર ઈન્દુબેન દારૂનું વેચાણ કરી રહી હતી. જ્યારે સિદ્દીક અને તેની પત્ની જ્યોતિ આ દારૂના અડ્ડાનું સંચાલન કરતા હતાં. બાકીનાં આરોપીઓ ત્યાં નોકરી કરતા હતાં. સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના અડ્ડા પરથી ૬૧૮ નંગ દારૂની બોટલ, ૯ લીટર દેશી દારૂ, મોપેડ, પ્લાસ્ટિકની થેલીઓ વગેરે મળી કુલ રૂ. ૧ લાખ ૩૬ હજારની મત્તા કબજે કરી હતી. આગળની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલે પૂણા પોલીસને સોંપી છે. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે સિંગણપોર, મોટી વેડ સ્થિત નાયકાવાડના ટેકરા ફળિયામાં રેડ કરી આશા નવનીત કંથારીયા અને ઈશ્વર કનુ ડામોર તથા નવનીત ઉર્ફે નવલ કંથારીયા નામના બુટલેગરોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે મકાનમાંથી ૧૦૮ દારૂની બોટલ, મોબાઇલ, રોકડ, બાઈક વગેરે મળી કુલ રૂ. ૫૩ હજારની મત્તા કબજે કરી છે. જ્યારે નવનીત ઉર્ફે નવલ કંથારિયા નામનો બુટલેગર ભાગવામાં સફળ રહ્ના હતો. આગળની તપાસ સિંગણપોર પોલીસે હાથ ધરી છે.