લાજપોર સેન્ટ્રલ જેલમાં રાયોટિંગના ગુનામાં કાચા કામના કેદી ઉપર અન્ય કેદીઍ બ્લેડ વડે હુમલો કરતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
નવાગામ-ડિંડોલીમાં રહેતો નિર્મલ મહેન્દ્ર પરમાર નામના યુવક સામે ત્રણ-ચાર મહિના પહેલા રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. પોલીસે તેની ધરપકડ કરી લાજપોર જેલ મોકલી દીધો હતો. લાજપોર જેલમાં બૈરેક નં. ઍ-૯માં નિર્મલ પરમારને રખાયો હતો. દરમિયાન ગુરુવારે મોડી સાંજે બેરેકમાં અન્ય કેદી સાથે નિર્મલની માથાકૂટ થઈ હતી. જેમાં અન્ય કેદીઍ નિર્મલ ઉપર હુમલો કરી બ્લેડ વડે શરીર પર ત્રણથી ચાર ઘા મારી ઇજા પહોંચાડી હતી. આ અંગે જેલના સિપાઈઓને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતાં અને નિર્મલને તત્કાલ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી તેને લાજપોર જેલ રવાના કર્યો હતો.