પુણા ન્યુ બોમ્બે માર્કેટ સર્કલ પાસેના અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા અલથાણના વેપારી પાસેથી મુંબઈના દંપત્તિઍ મુંબઈના બે દલાલ મારફતે રૂ. ૮૧ લાખ ૭૭ હજારની કિંતમનું કાપડ ખરીદી શરૂઆતમાં સમયસર પેમેન્ટ કર્યા બાદ દંપત્તિઍ બાકી પેમેન્ટ કરવાને બદલે ધમકી આપી હતી કે અબ મેરે પાસ પૈસે કી બાત મત કરના, વરના સુરત મે તેરી લાશ ભી નહી મિલેગી. જેથી વેપારીઍ પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મૂળ મહેસાણાના ઊંઝાના વડવાળાનો વતની અને સુરતમાં અલથાણ ભીમરાડ ગામ ડી.આર.બી કોલેજની બાજુમાં મનન બંગ્લોઝ ઍ/૩ માં રહેતો ૨૩ વર્ષીય ફેનીકુમાર ભરતભાઇ પટેલ પુણા ન્યુ બોમ્બે માર્કેટ સર્કલ પાસેના અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં ભાગીદારીમાં કાપડનો વેપાર કરે છે. જૂન ૨૦૨૦ માં મુંબઈના મીરા રોડ, શાંતિધામ સોસાયટીમાં રહેતો રાજેશ ખંધેરીયા અને મુંબઈ બોરીવલી વેસ્ટ, ઍસવી રોડ દાતાણી નગરમાં રહેતા અરવિંદ નામના બે કાપડ દલાલો મુંબઈ, ગોરેગાંવ વેસ્ટ, ઓશીવારા સ્થિત અશ્મી કોમ્પ્લેક્સમાં ઍનઍક્સ નામથી કાપડનો ધંધો કરતા કમલ અખ્તર શેખ અને આઈબા ઍન. નામથી ધંધો કરતા નિલોફર કમલ શેખ નામના દંપતીને સુરત લઈને આવ્યા હતાં. ત્યારબાદ તેઓ ફેની કુમારની દુકાને આવ્યા હતાં. દલાલોઍ આ બંને દંપતીની ઓળખ કરાવી મુંબઈમાં સારો ઍવો વેપાર છે તેમની સાથે વેપાર કરશો તો સારો નફો થશે, તેવી લલચામણી લોભામણી વાતો કરી હતી. ત્યારબાદ દલાલોના કહેવાથી ફેની કુમારે શેખ દંપતી સાથે વેપાર-ધંધો શરૂ કર્યો હતો. આથી ફેનીકુમારે તેમની સાથે વેપાર શરૂ કરતા દંપત્તિઍ શરૂઆતમાં મોકલેલા કાપડનું સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો.જોકે, ત્યાર બાદ ૧૫ સપ્ટેમ્બરથી ૧ ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાન ખરીદેલા રૂ.૮૧,૭૭,૩૦૩ ની મત્તાના કાપડનું પેમેન્ટ ચુકવવાને બદલે તેમણે વાયદા કર્યા હતા અને બાદમાં અબ મેરે પાસ પેસેકી બાત મત કરના વરના સુરતમે તેરી લાશભી નહી મિલેગી તેવી ધમકી આપતા છેવટે ફેનીકુમારે ગતરોજ દંપત્તિ અને બંને દલાલ વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.