ઉધના ગુજરાત પ્રેસની સામે આવેલી ડીટોક્સ હાઉસ કંપનીના ઈમેઈલ આઈડી ઉપર ઠગબાજોઍ ફેક ઈમેઈલ આઈ.ડી.થી પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી બેંક ઍકાઉન્ટમાં રૂ. ૬૭ લાખ ૮૦ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
વેસુ-આભવા રોડ, ટાઈમ્સ લક્ઝુરિયસમાં રહેતા સમકિતભાઈ નટવરલાલ મહેતા ઉધના ગુજરાત પ્રેસની સામે આવેલી ડીટોક્સ હાઉસ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૧૦મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ બપોરે કંપનીના દેવેન્દ્ર ડીટોક્સ ગ્રુપ ઇન અને ઓપીઍસ ઍકાઉન્ટ્સ ઇન્ડિગો સીવેઝ નામના ઈમેઈલ આઈડી ઉપર શ્રીજીથ ઍમ. કોચીન શિપયાર્ડ કંપનીના ઈમેઈલ આઈડી પરથી ઍક મેઈલ આવ્યો હતો, જેમાં પેમેન્ટ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારબાદ ઠગબાજોઍ રૂ. ૬૭ લાખ ૮૦ હજાર બેંક ઓફ ઈન્ડિયાના ઍકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં. જોકે, સમકિતભાઈઍ તપાસ કરતા કોચીન શિપયાર્ડ કંપનીમાંથી કોઈપણ જાતનું પેમેન્ટનો રીક્વેસ્ટ મોકલવામાં આવી ન હોવાનું જણાયું હતું. જેથી કોઈ ઠગબાજે કોચિન શિપયાર્ડ કંપનીનું ફેક ઈમેઈલ આઈડી બનાવી પૈસા ટ્રાન્સફર કરાવી લીધો હોવાનું સામે આવ્યું હતું. સમકિતભાઈઍ બનાવ અંગ સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.