ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના વેપારીઍ કરેલા ૬૫ કરોડના ઉઠમણામાં પોલીસ કમિશનર દ્વારા ઍફઆરઆઈ કરવાનો આદેશ કરાયો છે. ઉઠમણામાં ભોગ બનેલા વીવર્સો દ્વારા પોલીસ કમિશરને રજૂઆત પણ કરાઈ છે. આ સાથે ઈકો સેલમાં પણ રજૂઆત કરાશે.
ટેક્સટાઈલમાં ૬૫ કરોડ રૂપિયાનું ઉઠમણું થતા ચર્ચાનો વિષય બન્યો છે. માત્ર દોઢ વર્ષથી જ ટેક્સટાઈલ ટ્રેડિંગનો વેપારી કરતા ૨૬ વર્ષના યુવકે ભાગીદારીમાં અલગ અલગ ૨ કંપનીઓ શરૂ કરી હતી. જે દોઢ વર્ષથી જ માર્કેટમાં દુકાના ભાડે રાખી વેપાર કરતો હતો. છેલ્લાં ૩ દિવસથી તમામ ભાગીદારો ગાયબ થઈ ગયા છે.ઉઠમણાનો ભોગ બનાનાર વીવર્સોઍ ફોગવાની ઓફિસમાં રજૂઆત કરી હતી. ફોગવાની આગેવાનીમાં શુક્રવારના રોજ વિવર્સો પોલીસ કમિશનરને રજૂઆત કરી. પોલીસ કમિશનરે વિવર્સોની રજૂઆત સાંભળ્યા બાદ ઍફઆરઆઈ કરવા માટેનો આદેશ આપ્યો છે.આયોજન પૂર્વક ઉઠમણું કરવાનું આયોજન ચિટર ટોળકી દ્વારા કરવામાં આવ્યું હતું. ટોળકીના સભ્યો અલગ અલગ જગ્યાઍ છુપાયેલા છે. જેમાંથી ઍક વ્યક્તિ દુબઈમાં જઈને છુપાઈ ગયો છે.