
ચોક બજાર સ્થિત સરકારની જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ગોડાદરાના અઢી વર્ષના બાળકના મોતિયાનું આંખના સફળતાપૂર્વક નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી હતી
મૂળ રાજસ્થાના વતની અને હાલમાં ગોડાદરાના માનસરોવર સોસાયટીમાં રહેતા પવન કાયત કાપડ માર્કેટમાં કામ સાથે સંકળાયેલા છે. તેમનો અઢી વર્ષનો પુત્ર લક્ષિતના આંખમાં ખામી જણાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જતા બંને આંખે મોતિયો હોવાનુ નિદાન થયું હતું. આર્થિક સ્થિતિ નબળી હોવાથી ખાનગી હોસ્પિટલના તમામ ટેસ્ટ મ્યુનિ.ની સ્લમ કમિટીના ચેરમેન દિનેશ રાજપુરોહિત તથા નસગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાઍ નિઃશુલ્ક કરાવ્યા હતા. બાદમાં જુની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા માટે કહ્નાં હતું. જેથી જુની સિવિલ ખાતે આંખ વિભાગના વડા ડો.ષીકુમાર માથુરે આજે સવારે જમણી આંખના મોતીયાની સર્જરી કરી હતી. તેમણે અત્યારસુધી આંખોની ૩૦ હજાર જેટલી સર્જરી કરી છે. તેમણે કહ્નાં કે, બાળકની બંને આંખમાં મોતિયાની તકલીફ છે. આજે જમણી આંખની સફળ થઇ હતી, ટુંક સમયમાં ડાબી આંખની થશે. ૧૦,૦૦૦ બાળકોઍ ચારથી પાંચ બાળકમાં આવો કેસ જોવા મળે છે. ખાનગી હોસ્પિટલમાં આ સારવારનો ખર્ચ અંદાજિત રૃ.૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ જેટલો થાય છે. પરંતુ અહી તબીબી ટીમ તથા અદ્યતન ટેક્નોલોજીના સાધનો સાથે નિઃશુલ્ક સર્જરી થઇ છે. જુની હોસ્પિટલમાં મોતિયાના દરરોજ ૩૦ થી વધુ અને વર્ષમાં ૨૫૦૦ જેટલા ઓપરેશન થઇ રહ્ના છે.