ચોમાસુ શરૂ થાય તે પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સુરત ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. સુરત શહેરમાં તાપી અને ખાડી પૂરમાં લોકોને બચાવવા માટેની કામગીરી કઈ રીતે કરી શકાય તેમજ અન્ય પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરતના ફાયર વિભાગના જવાનોને તૈયાર કરવામાં આવી રહ્ના છે. ૪ ઍપ્રિલથી અલગ-અલગ ૫ ફેસમાં ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્ના છે. જેમાં માણસો અને ફાયરમેન અને તમામ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
તાપી નદી વિયર કમ કોઝવે ખાતે ટ્રેનિંગ ચાલી રહી છે. ચોમાસા દરમિયાન સુરત શહેરમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થઇ જતો હોય છે. ઉપરવાસમાં વધુ પડતા વરસાદને કારણે અને ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતું હોય છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પ્રવેશી જતા હોય છે, ત્યારે લોકોને સલામત સ્થળે દૂર કરવાની ફરજ પડે છે. ખાડી પૂર વખતે પણ ઘણા ઍવા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા માટે ફાયર વિભાગ કામે લાગતો હોય છે. ઍવી સ્થિતિમાં તેમાં ફાયરના જવાનો યોગ્ય રીતે બચાવ કામગીરી તેમજ તમામ મશીનોનો ઉપયોગ કરી શકે તેના માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. ચાલુ વર્ષે ચોમાસાની સીઝનને લઈ ફાયર વિભાગ દ્વારા પહેલેથી જ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહ્નાં છે. જવાનોને તાપી નદીમાં પૂર અને ખાડી પૂરમાં કઈ રીતે કામગીરી કરી શકાય તે માટે છેલ્લાં ઍક મહીનાથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ અંગે ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું કે, ચોમાસા પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નક્કી કરેલા કાર્યક્રમ મુજબ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં ચોમાસા દરમિયાન જેવી સ્થિતિમાં રસ્તો કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. તેમજ નવા નવા ઇક્વિપમેન્ટનો ઉપયોગ, બોટનું મેન્ટેનન્સ અને ઓપરેટ, સ્કૂબા, ઓપરેશનલ ડ્રિલ વગેરેની તાલીમ આપવામાં આવી રહી છે. રેસ્ક્યુ સમયે કેવી રીતે કામગીરી કરવી તેના માટે માર્શલ અને ફાયર વિભાગના જવાનોને સજ્જ કરવામાં આવી રહ્ના છે.