ગુજરાતમાં દારૂબંધીનો અમલ છેલ્લાં ૬૨ વર્ષથી ચાલી આવે છે, પરંતુ ગુજરાત સરકારના ચોપડા ઉપર માત્ર દારૂબંધી નામ પૂરતી જાવા મળી રહી છે. ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત શહેર દારૂની હેરાફેરીમાં નંબર વન દેખાઈ રહ્નાં છે. સુરત શહેરમાં અવારનવાર કરોડો રૂપિયાનો દારૂ દર મહિને પકડાય છે અને બુટલેગરો દર મહીને કરોડો રૂપિયાનો દારૂ વેચી પણ નાંખે છે, તેમ છતાં પોલીસની ઊંઘ હરામ થતી નથી. ખાસ કરીને ખટોદરા પોલીસ મથકની હદમાં દેશી-વિદેશી દારૂનાં અડ્ડાઓ બેરોકટોકપણે ચાલી રહ્નાં છે. કેટલીક વાર સ્ટેટ વિજીલન્સની ટીમોઍ પણ ખટોદરા પોલીસની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે. તેમ છતાં ખટોદરા પોલીસના કેશિયર મહેશ ચૌધરી ઉપર આજદિન સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી.
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ, નો આલ્કોહોલનું અભિયાન શરૂ કરાયું છે, પરંતુ સ્થાનિક પોલીસના વહીવટદારો પોલીસ કમિશનરના આ અભિયાનના લીરેલીરા ઉડાવી રહ્નાં છે. સ્થાનિક પોલીસના વહીવટદારો ખુલ્લેઆમ બુટલેગરો અને સટોડીયાઓને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવા માટે પરમિશન આપી રહ્નાં છે. જેના પરિણામે છેલ્લાં અઠવાડિયામાં સ્ટેટ વિજીલન્સ અને સ્ટેટ મોનિટરિંગ સેલે સુરત શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં દારૂ-જુગારનાં અડ્ડાઓ પર રેડ કરી લાખો રૂપિયાનો માલ ઝડપી પાડી શહેર પોલીસની કામગીરીના ધજાગરાં ઉડાવી દીધા છે. ખાસ કરીને ખટોદરા પોલીસનો કેશિયર મહેશ ચૌધરી તમામ પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં ખુલ્લેઆમ બુટલેગરોને છાવરી રહ્ના છે. બુટલેગરો પણ મહેશ ચૌધરીની છત્ર છાયામાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચલાવી પોતાનો ધંધો કરી રહ્નાં છે. ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલા પંચશીલ નગરમાં ચાલતા દારૂના અડ્ડા પર બે વખત સ્ટેટ વિજીલન્સ પોલીસે રેડ કરી હતી, જેમાંથી લાખો રૂપિયાનો દારૂ પકડાયો હોવા છતાં વહીવટદાર મહેશ ચૌધરી અને ડીસ્ટાફના કર્મીઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે મહેશ ચૌધરીને ફાવતું મળી ગયું છે. પોતાના રીક્ષાવાળા પાસે તમામ અડ્ડાઓ ઉપર બિંદાસ્તપણે પૈસાની ઉઘરાણી કરતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. મહેશ ચૌધરી ઉપર શહેર પોલીસના ઍક ઍસીપી લેવલના અધિકારીના આશીર્વાદ હોવાનું ચર્ચાઈ રહ્નાં છે. આ ઉપરાંત ખટોદરા પોલીસનો વહીવટદાર મહેશ ચૌધરી બે ડિવીઝનનો પણ હવાલો લઈ બિંદાસ્તપણે દારૂ અને જુગારનાં અડ્ડાઓ ઉપર ઉઘરાણી કરાવી રહ્ના છે. આમ, મહેશ ચૌધરી ઉપર અધિકારીઓના હાથ હોવાને કારણે પોતાને સવાયા પીઆઈ તરીકે માની રહ્ના છે. ડી-સ્ટાફને લગતી કામગીરી નેવે મૂકી માત્ર અને માત્ર આર્થિક વ્યવહાર વસૂલવા માટે પોલીસ સ્ટેશનની બહાર અડીંગો જમાવી પોતાની રોફગીરી કરી રહ્ના છે. મહેશ ચૌધરીની કામગીરી ઉપર પોલીસ કમિશનર ક્યારે લગામ લગાવશે તે હવે જાવાનું રહ્નાં.