
સુરત શહેરમાં ડેગ્યુની બીમારીથી ભૂતકાળમાં અનેક વ્યક્તિઓઍ પોતાનાં જીવ ગુમાવ્યા છે, પરંતુ લોકો દ્વારા ડેગ્યુની બીમારીને હળવાશમાં લેવાને કારણે લોકોને ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવે છે.
ડેગ્યુની બીમારીથી બચવા અને જા ડેગ્યુની બીમારી થાય તો શું કરવું તે માટે ડોક્ટરો અને આરોગ્ય ક્ષેત્રના તજજ્ઞો સલાહ આપતા હોય છે. સોમવારે રાષ્ટ્રીય ડેગ્યુ દિવસ હોવાને કારણે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા સાતેય ઝોનમાં ડેગ્યુને લઈ અવેરનેસના કાર્યક્રમો હાથ ધાર્યા હતાં, જેમાં આરોગ્યની ટીમોઍ લોકોને ડેગ્યુની બીમારી અંગેની માહિતી આપી તેમને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.