![](https://suratchannel.in/wp-content/uploads/2022/05/Still0516_00002.bmp)
ડિંડોલી બ્રિજ ઉપર અવારનવાર અકસ્માતોની વણઝાર જાવા મળે છે. તેમ છતાં તંત્ર દ્વારા અકસ્માતને રોકવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે નાના-મોટા અકસ્માતો બ્રિજ ઉપર સર્જાયા કરે છે.
ફરી ઍકવાર ડિંડોલી બ્રિજ ઉપર બે બાઈકો સામસામે અથડાતા ઍક મહિલા સહિત બે જણાંને ઇજા પહોચી હતી. જેને લઈને આજુબાજુનાં લોકો મદદે દોડી આવ્યા હતાં. ઇજાગ્રસ્તોને ઍમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.