
સરથાણા, યોગીચોક ખાતે આવેલી ડીમાર્ટમાંથી ઘીનાં પાઉચો ચોરી થયા હોવાની અજીબોગરીબ ઘટના સામે આવી છે. જાકે, સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ હતી.
મોઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે, જેના કારણે ચોરી, લૂંટફાટની ઘટનાઓ પણ વધી રહી છે. લોકો નજીવી ખાવા-પીવાની ચીજવસ્તુઓ ચોરી કરી રહ્નાં છે. ફરી ઍકવાર સરથાણા, યોગીચોક ખાતે આવેલા ડીમાર્ટમાં તા. ૧૪મી મેના રોજ ઍક આધેડે ૯૭૦ રૂપિયાની કિંમતના બે ઘીના પાઉચો ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટનાનાં ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની અને હાલ કોઝવે રોડ, જમના પાર્ક સોસાયટીમાં રહેતા ડીમાર્ટના મેનેજર મેહુલ જયંતીભાઈ વરીયાઍ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.