
સ્પોર્ટ્સ ઍસોસિઍશન ઓફ ગુજરાત દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત પાવર લિફ્ટિંગ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટનું આયોજન શહેરના કતારગામ વિસ્તારની કોમ્યુનિટી હોલમાં કરાયું હતું,
જેમાં સુરત સહિત ગુજરાત રાજ્યનાં અલગ-અલગ શહેરોમાંથી સોથી દોઢસો યુવતીઓઍ ભાગ લીધો હતો. જેમાં ઝાંપાબજારની દાઉદી વ્હોરા સમાજની યુવતી મરીયમ લાઇટવાલાઍ ત્રણ અલગ-અલગ કેટેગરીમાં વિજેતા બની સુરત અને સમાજનું નામ રોશન કર્યું હતું. આ અંગે મરીયમ લાઇટવાલાઍ આ સફળતા પાછળનો શ્રેય પોતાના પતિ અને પરિવારને આપ્યો હતો.