
સુરત પોલીસની ટ્રાફિક શાખાના રીઝિયન-ટુ સર્કલ-ચારના પીઆઈનો સ્ટાફ રાત્રિના સમયે કિન્નરી ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી બજાવી રહ્ના હતાં, ત્યારે ઍક યુવક શંકાસ્પદ હાલતમાં ભાગી રહ્ના હતો. પોલીસને શંકા જતાં તેને પકડી પાડ્યો હતો. પોલીસને તેની પાસેથી બે મોબાઈલ ફોન મળી આવતા યુવકે આ અંગે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તે દરમિયાન ઍક મહિલા ત્યાં દોડીને આવી પહોચી હતી. તેણે પોતાનો મોબાઈલ ફોન ઍક યુવકે ખેચીને ભાગ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ રજૂ કરી હતી. જેથી પોલીસે પકડેલા યુવકને બતાવતાં જ મહિલાઍ તેને ઓળખી કાઢ્યો હતો. પોલીસે મહિલાને તેનો મોબાઇલ ફોન પરત આપી મોબાઈલચોરને સલાબતપુરા પોલીસનો સોપ્યો હતો.
ટ્રાફિક શાખાના રીઝિયન-ટુ સર્કલ-ચારના પીઆઈ ઍચ.વી. ગોટી અને તેમનો સ્ટાફ તા. ૧૬મી મેના રોજ રાત્રિના સમયે કિન્નરી ચાર રસ્તા ખાતે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્ના હતાં, ત્યારે ઍક યુવક શંકાસ્પદ હાલતમાં ત્યાંથી ભાગી રહ્ના હતો. ત્યારે ટીઆરબી અને ટ્રાફિક પોલીસના કર્મીઓઍ તેને પકડી પાડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા મૂળ છત્તીસગઢ જિલ્લાના ખોરીયા જિલ્લાના પીરહારી પોલીસ સ્ટેશનના સેમન મથારી ગામના વતની અને હાલ પાંડેસરા હાઉસિંગ કમલ ચોક સ્થિત ગણેશનગરમાં રહેતો ૩૦ વર્ષીય રમેશ ઉર્ફે સોનૂ બનસ્વતી માર્કો હોવાનું જણાયું હતું. પોલીસે તેની તલાશી લેતા બે મોબાઇલફોન મળી આવ્યા હતાં. પોલીસે આ અંગે પૂછપરછ કરતા રમેશે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તે દરમિયાન ઍક મહિલા દોડતી-દોડતી ટ્રાફિક પોલીસ પાસે આવી હતી અને કહ્નાં કે, ઍક યુવક મારો મોબાઇલ ફોન લઈને ભાગી છૂટ્યો છે અને તે કિન્નરી સિનેમા તરફ આવ્યો છે. જેથી પોલીસે પકડાયેલા યુવકને બતાવતા મહિલાઍ તેને ઓળખી બતાવ્યો હતો. પોલીસે મહિલાની પૂછપરછ કરતા અમદાવાદના આંબાવાડી સ્થિત શુલસા રેસીડન્સીની વતની અને હાલ પાંડેસરા પિયુષ પોઈન્ટ સ્થિત સ્વરા સોસાયટીમાં રહેતી ૩૪ વર્ષીય સંગીતાબેન ગૌતમ કોઠારી હોવાનું જણાવ્યું હતું. પોલીસે મોબાઈલ અંગે ખરાઈ કર્યા બાદ રમેશ પાસેથી મળી આવેલો મોબાઇલ ફોન સંગીતાને સુપરત કર્યો હતો, પરંતુ સંગીતાબેને ફરિયાદ ન આપતા ટ્રાફિક પોલીસકર્મીઍ રમેશને પકડી સલાબતપુરા પોલીસને કબજા સોîપ્યો છે.