સુરત મહાનગરપાલિકા દ્વારા લોકો માટે આનંદ-પ્રમોદના સ્થળો વિકસાવવામાં આવે છે. ખાસ કરીને સુરતના અલગ-અલગ વિસ્તારોમાં સુંદર બાગ-બગીચાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ સુરત શહેરમાં આવેલા તમામ બાગ-બગીચાઓની સારસંભાળ રાખે તેવા કર્મચારીઓની અછત વર્તાïઈ રહી છે. આ ઉપરાંત બગીચાઓની સુરક્ષા માટે સિક્યોરિટી ગાર્ડોની પણ કમી જાવા મળી રહી છે.
જેના પરિણામે સુરત શહેરના બાગ બગીચાઓ બિસ્માર હાલતમાં જાવા મળી રહ્ના છે. શહેરનાં મોટાભાગનાં બગીચાઓમાં રમત-ગમતનાં સાધનો પણ તૂટેલી હાલતમાં જાવા મળી રહ્નાં છે. આ ઉપરાંત બગીચાઓમાં શૌચાલયની હાલત બિસ્માર દેખાઈ રહી છે. કેટલીક જગ્યાઓ પર નળોમાંથી પાણી વેડફાઈ રહ્નાં છે, તો કેટલાંક બગીચાઓમાં પાણીની સુવિધાનો પણ અભાવ જાવા મળી રહ્ના છે. આમ, શહેરના બગીચાઓની મરામત જરૂરી બની ગઈ છે. બગીચાની સારસંભાળના અભાવે લોકો અને બાળકો આવવાનું ટાળી રહ્નાં છે. આવા સમયે આપ પાર્ટીના નેતા દિનેશ કાછડીયાઍ મેયરને ઍક લેખિત ફરિયાદ કરી છે કે સુરત શહેરની સુંદરતાને ચાર ચાંદ લગાડતા બગીચાઓની સાર-સંભાળ યોગ્ય રીતે થાય તે માટે પીપીપી ધોરણે આપવા માટે રજૂઆત કરી છે.