
સુરતના અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી ૬૦ વર્ષ જુના જમીનના ઓરીજનલ દસ્તાવેજ બદલી કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે પચાવી પાડવાના મસમોટા કૌભાંડની ચાલી રહેલી તપાસ અંતર્ગત ભાઠા ગામની જમીનના દસ્તાવેજ પણ છેડછાડ કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા વધુ ઍક ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.
સુરતના નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૬૦ વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની કરોડો રૂપિયાની જમીનના ઓરીજનલ દસ્તાવેજ બદલવાના કૌભાંડમાં ઍસઆઇટીઍ અત્યાર સુધીમાં વિજય છીબુ પટેલ, સંજય ઉર્ફે ઍસ.કે શાહ, રાજેશ ઉર્ફે લાલી ચૌહાણ, કેતન પટેલ અને રજીસ્ટ્રાર કચેરીના પટાવાળા પ્રકાશ રાઠોડ, સુનીલ બાબુ પટેલ અને તેના સાળા વિવેક ઠાકોર પટેલની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ પ્રકરણમાં ઝડપાયેલા ઉપરોકત તમામની પૂછપરછના આધારે જેનું નામ માસ્ટર માઇન્ડ તરીકે બહાર આવ્યું છે. પોલીસે નાની દમણ કથીરિયા સ્થિત ફકીર જીવા શેરીમા રહેતા ૫૩ વર્ષીય અરવિંદ ઉર્ફે શીલા કાનજીભાઇ ટંડેલની પણ ધરપકડ કરી છે. બીજી તરફ કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે પચાવી પાડવાનો કારસો રચનાર ભુમાફિયા ટોળકીઍ હજીરા રોડના ચોર્યાસી તાલુકાના ભાઠા ગામના સર્વે નં. ૨૮૮ વાળી જમીનના દસ્તાવેજ સાથે પણ છેડછાડ કર્યાનું બહાર આવ્યું છે. જેને પગલે સબ રજીસ્ટ્રાર કચેરીના રજીસ્ટ્રાર જયેશ છગનલાલ ભાટપોરીયાઍ ઉપરોકત તમામ વિરૂધ્ધ વધુ ઍક ફરિયાદ નોંધાવી છે. પોલીસે વલસાડમાં વિજય કુમાર છીબુભાઈ પટેલï, અડાજણï, સિલ્વર ક્રેસ્ટ ઍપાર્ટમેન્ટમાં રહેતા સંજય ઉર્ફે ઍસ.કે. જવાહર શાહ, અડાજણ વિમલ હેક્ઝાગોન ઍપાર્ટમેન્ટમાં રહેતો રાજેશ ઉર્ફે લાલી શશીકાંત ચૌહાણ, મોરાભાગળ પુષ્પકુંજ સોસાયટીમાં રહેતો કેતન રમણ પટેલ, વલસાડ પારડીમાં રહેતો સુનીલ બાબુ પટેલ, નાની દમણમાં રહેતો અરવિંદ ઉર્ફે શીલા કાનજી પટેલ અને અઠવાલાઈન્સ આદર્શ સોસાયટીમાં રહેતો પ્રકાશ ઠાકુર રાઠોડ સામે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.