
સિલ્ક સિટી, ડાયમંડ સિટી, બ્રિજ સિટી સહિતની ઉપમા ધરાવતું સુરત શહેર હવે સિન્થેટિક ડાયમંડનું પણ હબ બનવા જઈ રહ્નાં છે. સુરતનાં હીરા વેપારીઓ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને મળ્યા હતાં.
લેબગ્રોન ડાયમંડ માટે પાર્ક બનાવવા અથવા કોમન ફેસિલિટી સેન્ટર બનાવવાની રજુઆત કરવામાં આવી છે. લેબગ્રોન મશીનરી માટે પીઍલઆઈ સ્કીમ અમલમાં મૂકવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ અંગે પીઍલઆઈ સ્કીમ હેઠળ સબસિડી આપવા માટેની રજુઆતો પણ કરવામાં આવી છે. પીઍલઆઈ સ્કીમને કારણે ભારત લેબગ્રોન મશીનરીનું ઍક્સપોર્ટ પણ કરી શકશે, તેવી રજુઆત વેપારીઓઍ કરી હતી. આ ઉપરાંત લેબગ્રોન ડાયમંડનો ફોરેન ટ્રેડ પોલિસીïમાં પણ સમાવેશ કરવામાં આવે તેવી પણ રજુઆત કરી હતી. આ ઉપરાંત બીજા ઉદ્યોગકારોઍ બેલગ્રોન ડાયમંડ ઉપર ૩૦ ટકા ટેક્સ નાબુદીની પણ રજુઆત કરી છે.