
ભટાર, પ્રજાપતિ બ્રહ્મ માર્ગ ખાતેથી રીક્ષામાં બેસેલી ઍક આધેડ મહિલાને રીક્ષા ચાલકે જૂની તરકીબ અજમાવી રૂ. ૧ લાખ ૧૨ હજારના દાગીના લઈ રફુચક્કર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
ભટાર રોડ, કેબીયા ઍપાર્ટમેન્ટમાં રહેતા જેઠમલ જૈન કાપડના વેપાર સાથે સંકળાયેલા છે. તેમની ૬૦ વર્ષીય પત્ની સુખીદેવી તા. ૧૭મી મેના રોજ સાંજના સમયે ભટાર, રાજહંસ ઓલમ્પીયા શોપિંગ મોલમાં સાડી ખરીદવા ગયા હતાં. ખરીદી કરી પરત ઘરે આવી રહ્ના હતાં, તે દરમિયાન ભટાર, પ્રજાપતિ બ્રહ્મકુમારી માર્ગ ખાતેથી પસાર થઈ રહ્ના હતાં. તે દરમિયાન ઍક રીક્ષા ચાલક તેમની પાસે આવ્યો હતો. રીક્ષાચાલકે જણાવ્યું હતું કે, આગળ ઊભેલા બાઈક ચાલક અને તેમની પાછળ બેસેલા વ્યક્તિઓ તમારી પાસેથી તમે પહેરેલ સોનાની ચેઈન અને હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ ઉતારી લેશે, જેથી હું તમને તમારા ઘરે છોડી દઈશ, તેમ જણાવી પોતાના રીક્ષામાં સુખીદેવીને બેસાડી લીધા હતાં. રીક્ષામાં પહેલેથી જ બે અજાણી મહિલાઓ પણ બેઠી હતી. રીક્ષા રૂપાલી નહેર તરફથી પસાર થઈ રહી હતી, ત્યારે રીક્ષા ચાલકે ફરીથી જણાવ્યું હતું કે, તમારી પાછળ પડેલા બાઈક ચાલક અને તેના સાગરીતો હજુ પણ આપણી રીક્ષાની પાછળ આવે છે. જેથી તમે પહેરેલી સોનાની ચેઈન અને બંગડી ઉતારીને મને આપી દો. તેમ કહેતા જ રીક્ષામાં બેસેલી મહિલાઓઍ રીક્ષા ચાલકને ચેઇન આપી દીધી હતી. આ જાઈને સુખીબેને પણ ૧ લાખ ૧૨ હજાર રૂપિયાની કિંમતના દાગીના ઉતારીને રીક્ષા ચાલકને આપી દીધા હતાં. ત્યારબાદ રીક્ષાચાલકે રૂપાલી નહેરથી ઍલ.બી. ટનિ*ગ પોઇન્ટ તરફ જતાં સાકાર શોપિંગ સેન્ટરના રસ્તા પર સુખીદેવીને ઉતારીને તેમના દાગીના લઈને ભાગી છૂટ્યો હતો. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું ભાન થતા સુખીદેવીઍ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.