સુરત રેલવે સ્ટેશન વિસ્તારના પાર્કિંગમાં બુટલેગરે સાગરીતો સાથે મળી રાત્રિના સમયે ૧૦ થી ૧૫ કાર-ટુ વ્હીલરમાં તોડફોડ કર્યાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા રેલવે કોલોની પાસે મોડી રાત્રે પાર્કિંગમાં પાર્ક કરેલા ૧૦ થી ૧૫ કાર-ટુ વ્હીલરમાં કુખ્યાત બુટલેગર સાજીદ અને તેના સાગરીતોઍ તોડફોડ કરી હતી. હાથમાં તલવારો જેવાં ઘાતક હથિયારો સાથે વાહનો પર આવી પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વીડિયોમાં કેટલીક મહિલાઓ પણ દેખાઈ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ વરાછા પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કયા* છે. આમ ખુલ્લેઆમ રાત્રિના સમયે હાથમાં હથિયારો લઈ વાહનોમાં તોડફોડ કરનાર બુટલેગરો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. કાયદોની મજાક ઉડાવતા આવા તત્ત્વો સામે પોલીસ લાચાર બની હોય તેવું લાગી રહ્નાં છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.