નાનપુરા, નાવડી ઓવારા પાસે આવેલી ઍક હોસ્પિટલમાં શોર્ટ-સર્કિટના કારણે આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. હોસ્પિટલમાંથી ડોક્ટર, કર્મચારીઓ અને દર્દીઓ દોડીને બહાર આવી ગયા હતાં. જાકે, ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોચી જઈ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગને કારણે ફર્નીચર, વાયરિંગ બળીને ખાખ થઈ ગયા હતાં.
નાનપુરા નાવડી ઓવારા પાસે બ્લોસમ ફર્ટીલિટી ઍન્ડ આઈવીઍફ સેન્ટર નામની હોસ્પિટલ આવેલી છે. સવારના સમયે હોસ્પિટલના ત્રીજા માળે અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગના પગલે હોસ્પિટલમાં હાજર ડોક્ટર કર્મચારીઓ અને દર્દીઓ ભાગીને બહાર આવી ગયા હતાં. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાયટરોઍ આગ પર પાણીનો મારો ચલાવી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આગને કારણે હોસ્પિટલમાં ફર્નીચર, વાયરિંગ બળીને ખાખ થઈ ગયો હતો. જાકે, આગથી કોઈને નુકસાન કે ઇજા પહોચી ન હતી.