ડુંભાલ ફાયર સ્ટેશન પાસે આવેલા નારાયણ નગરમાં લિંબાયત પોલીસના ગોડાઉનમાં રાખવામાં આવેલી ગુનાઓમાં પકડાયેલી ગાડીઓમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જાકે, ફાયર બ્રિગેડે સ્થળ પર પહોચીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ આગમાં ૧૫થી ૨૦ ગાડીઓ બળીને ખાખ થઈ ગયા હતાં અને અન્ય ગાડીઓને પણ નુકસાન પહોચી હતી.
લિંબાયત પોલીસ દ્વારાï વિવિધ ગુનાઓમાં ડિટેન કરાયેલાં વાહનો ડુંભાલ ફાયર સ્ટેશન, નારાયણ નગરમાં આવેલા ઍક ગોડાઉનમાં મૂકવામાં આવે છે. આ ગોડાઉનમાં અસંખ્ય ગાડીઓ મૂકાયેલ છે. જાકે, અસહ્ના ગરમીïનો પ્રકોપ વધતાં અચાનક ગોડાઉનમાં રાખેલી ગાડીઓમાં આગ ફાટી નીકળી હતી. જાતજાતામાં ઍક પછી ઍક ૧૫ થી ૨૦ ગાડીઓ આગની લપેટમાં આવી ગઈ હતી. આગ વધુ વિકરાળ બનતાં લિંબાયત પોલીસ મથકનાï કર્મચારીઓ દોડતા થઈ ગયા હતાં. તત્કાલ ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે ૧૫થી ૨૦ ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી, જ્યારે અન્ય ગાડીઓને પણ નુકસાન પહોîચ્યું છે. આ આગ કયા કારણïસર લાગી તે હજી જાણી શકાયું નથી.