ડિંડોલી – ખરવાસા રોડ પર સણિયા કણદે ખાતે આવેલા ચંદનબા ફાર્મ ખાતે 22મી એ સાંજે મહાપ્રસાદ અને મહાપર્વ મહોત્સવ યોજાશે
સુરત. હરિધામ સોખડા શ્રી ભગવાન સ્વામિનારાયણ મંદિર દ્વારા 22મી મે ના રોજ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સણિયા કણદે ખાતે ભવ્ય ” પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે માહિતી આપતા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર ના પ્રવકતા પૂ. ત્યાગવલ્લભ સ્વામીજીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણની કલ્યાણ પરંપરાના જ્યોતિર્ધર બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સંપ, સુહૃદ ભાવ અને એકતાના મંત્રથી અને ગુરૂહરિ બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આત્મીયતા અને દાસત્વથી સમાજને પોષિત કર્યો છે. પ્રભુધારક આ યુગ પુરુષોનો પ્રાગટ્ય દિવસ એટલે કૃતજ્ઞતાનો અર્ધ્ય આપવાનો ધ્યન અવસર હોય છે ત્યારે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ નો 130મો અને ગુરૂહરિ બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 88મો પ્રાગટ્ય દિવસ એટલે “પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવ” હરિધામ સોખડા મંદિર દ્વારા આ વખતે સુરતના આંગણે યોજવાનું નક્કી કરાયું છે. 22મી મેના રોજ ડિંડોલી – ખરવાસા રોડ પર સણિયા કણદે ગામ ખાતે આવેલા ચંદનબા ફાર્મ ખાતે સંસ્કારધામ નું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં સાંજે 6 થી 10:30 સુધી મહાપર્વ મહોત્સવ યોજાશે. સાંજે 6 થી 7:30 વાગ્યા સુધી મહાપ્રસાદ અને 7:30 થી 10:30 વાગ્યા સુધી મહોત્સવ સમારોહનું આયોજન થશે. પ્રાગટ્ય મહાપર્વની ઉજવણી ગુરુદેવ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજની સાંનિધ્યમાં કરાશે. જેથી કૃતજ્ઞાતાનો અર્ધ્ય અર્પણ કરવામાં આ ભવ્ય અને દિવ્ય અવસરે સૌને સપરિવાર પધરાવવા માટે આત્મીય આમંત્રણ પાઠવીએ છે.