
રાજકોટની ગુરુકુળ સંસ્થાના ૭૫ વર્ષ પૂરા થતા આયોજકોઍ અમૃત મહોત્સવની ઉજવણીનું આયોજન કર્યું છે. જે અંતર્ગત સુરતમાં વેડરોડ ખાતે આવેલા ગુરુકુળમાં સમૂહ યજ્ઞોપવતિ સંસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીમતી શારદાબેન અરજણભાઈ ધોળકિયા વેલફેર ટ્રસ્ટ દ્વારા યજ્ઞોપવિત સંસ્કારï સમારોહનું આયોજન કરાયું હતું. સમસ્ત બ્રાહ્મણ સમાજનાં ૭૫ બટુકોઍ ઍક સાથે જનોઈ ધારણ કર્યું હતું.