
પાંડેસરામાં મોબાઇલ ફોન અને ઘડિયાળ રીપેરિંગના દુકાનદારની હત્યાના ગુનામાં ભાગતા-ફરતા આરોપીને સુરત શહેર ઍસઓજી પોલીસે તેના વતન ઓરિસ્સાથી ઝડપી પાડયો હતો.
સુરત શહેર ઍસઓજી પોલીસ મથકના પી.આઇ આર.ઍસ. સુવેરાને પીઍસઆઇ વી. સી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ શહેરના જુદાં-જુદાં પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના વોન્ટેડ આરોપીઓને પકડવા માટે કાર્યરત હતો તે વખતે ઍસઓજીને બાતમી મળી હતી કે, ૧૫ વર્ષ પહેલાં ૨૦૦૭ના વર્ષમાં સચીન જીઆઇડીસીના રોડ નંબર ૪ ઉ૫૨ મોબાઇલ ફોન અને ઘડિયાળ રીપેરિંગની દુકાન ધરાવતા યુવકને સાથે મોબાઇલ ફોનની લેતી-દેતીના થયેલા ઝઘડાની અદાવતમાં ભેસ્તાન, ઉન, જકાતનાકા-ગોલ્ડન ઍપાર્ટમેન્ટ પાસે મૂળ ઓરિસ્સાના વતની આકાશ ઉર્ફે ટૂંકના ઉર્ફે સાહેબ પાત્રે તેને પથ્થરોના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ ફરાર થઇ ગયો હતો. સુરતના પાંડેસરા પોલીસ મથકમાં ૧૫ વર્ષ પહેલા નોંધાયેલી હત્યા ગુનાની ફરિયાદમાં આરોપી આકાશ ઉર્ફે ટૂંકના પાત્રને પકડવા માટે તેના વતન ઓરિરસા અવરનવાર જતી હતી, પરંતુ આરોપી આકાશ પોલીસ પહોંચે તે પહેલાં જ ફરાર થઇ જતો હતો. મોબાઇલ અને ઘડિયાળ રીપેરિંગનું દુકાનદારની હત્યા કરવાના ગુનાનો આરોપી આકાશ ઉર્ફે ટૂંકના પાત્ર થોડા મહિના કેરળમાં રહ્ના બાદ તેના વતન આવ્યો હોવાની માહિતી સુરત શહેર ઍસઓજી પોલીસને મળી હતી. જેના આધારે સુરત શહેર ઍસઓજી પોલીસની ટીમે ઓરિસ્સા પોહચી આરોપી આકાશ ઉફે ટુકુના ઉફે સાહેબ ખદાર પાત્રને વતનથી ઝડપી પડી સુરત લઇ આવી તેનો કબજો પાંડેસરા પોલીસને સોંપ્યો હતો.