
મોટા વરાછા કન્સલટન્સીની ઓફિસ ધરાવતા વેપારીને ત્યાં ચાર અજાણ્યાઓઍ પહોંચીને સેન્ટ્રલ બ્યુરોમાંથી આવતા હોવાની ખોટી ઓળખ આપી ૪૫ હજારનો તોડ કર્યાની ફરિયાદ અમરોલી પોલીસમાં નોંધાઈ હતી. પોલીસે ઠગ ટોળકીના ૪ જણાને ઝડપી પાડ્યા હતા.
સરથાણામાં આવેલા અને કન્સલટન્સીનો વ્યવસાય કરતાં નિલકંઠ કોમ્પ્લેક્ષનાં રહીશ કેતન અરવિંદભાઇ ક્યાડાઍ ચાર લોકો સામે અમરોલી ખાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ટોળકીઍ “તમે ડુપ્લીકેટ લાયસન્સ કાઢી આપો છો અને લોકો પાસેથી વધારે પૈસા મેળવો છો અને અમે તમારા ઉપર કેસ કરીશું જેમાં તમને છ મહીના સુધી જામીન નહી મળે” તેવી ધમકી આપી કેતનભાઈ પાસેથી ૪૫ હજાર કઢાવી તોડ કર્યો હતો. જોકે આ ઘટનામાં અમરોલી પોલીસે પ્રકાશ મોહનભાઇ મોલીયા,કાર્તિક ઉર્ફે રાજ વિરેંદ્રભાઇ શેઠ ,ઉદીત કુમારપાળ ભાવસાર તથા હર્ષિત નરેશભાઇ લુખી સહીત ચાર વ્યક્તિ ઓની ધરપકડ કરી છે.