
સરથાણા બ્રિજ પર ઍસ.ટી. બસની અડફેટમાં આવેલા ઍક સગીર યુવકનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
સરથામા બ્રિજ ઉપર રાત્રિના સમયે ઍસ.ટી. બસનો ડ્રાઇવર પૂરઝડપે બસ હંકારી જતો હતો. તે દરમિયાન અચાનક જ ઍસ.ટી. બસના ચાલકે ૧૭ વર્ષના સગીર યુવકને અડફેટમાં લીધો હતો. જાતજાતામાં યુવકના માથા ઉપર બસનું ટાયર ફરી વળતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુનાં લોકો દોડી આવ્યા હતાં, પરંતુ બસ ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. સરથાણા પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મૃતક સગીર યુવકના પરિવારને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડ્યા હતાં અને પુત્રના મોતના સમાચાર સાંભળતા જ ચોધાર આંસુઍ રડી પડ્યા હતાં. હાલ સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.