
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-સુરત રેલવે વિભાગના કીમ અને સાયન સ્ટેશન વચ્ચે ૩૬ મીટરના સ્ટીલ ગર્ડરના લોકાર્પણને કારણે ઍન્જિનિયરિંગ અને પેવરબ્લોક લેવામાં આવશે. આ કારણે આજ તા.૧લી જૂનના રોજ ટ્રેનોને અસર થશે.
રદ કરાયેલી ટ્રેન ભરૂચ-સુરત પેસેન્જર સ્પેશિયલ ભરૂચ અને સુરત વચ્ચે રદ રહેશે. જ્યારેરેગ્યુલેટેડ ટ્રેનોમાં રાજકોટ-સિકંદરાબાદ ઍક્સપ્રેસ ૨ કલાક ૨૦ મિનિટ, નવજીવન ઍક્સપ્રેસ, ૧ કલાક ૨૦ મિનિટ, મુંબઈ સેન્ટ્રલ-કાઠગોદામ સમર સ્પેશિયલ ૪૫ મિનિટ, સૌરાષ્ટ્રઍક્સપ્રેસ મુંબઈ અને સુરત વચ્ચે ૧૦ મિનિટ માટે રેગ્યુલેટ રહેશે.