
પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે ૧૨.૩૯ના વિજય મુહૂર્ત ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે.તેમણે સવારે ઍસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો. બીજી તરફ કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.
આંદોલન સમયે ભાજપના નેતાઓ વિશે જેમતેમ શબ્દો બોલ્યા, અને જનતા સાથે દ્રોહ કર્યો તો તેમની માફી માંગવા માંગો છો ઍવા પત્રકારોના સવાલનો જવાબ આપતાં હાર્દિકે કહ્નાં હું જનતા માટે લડતો હતો. તેમણે માફી માંગવાના મામલે સ્પષ્ટ ના પાડી દીધી હતી. હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ મેળવીને પત્રકારોને જણાવ્યું હતું કે, આંદોલન દરમિયાન અનેક ચઢાવ ઉતાર જોયાં, ૨૦૧૫માં ઍક આંદોલનની શરૂઆત થઈ હતી. આ ચડાવના ઉતાર દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા ૧૦ ટકા ઈબીસી આપવામાં આવ્યું. હું કોંગ્રેસમાં જનહિતની ભાવના સાથે જોડાયો હતો. દરેકની માણસની આંકાંક્ષા હોય કે તે દેશના હિત માટે કામ કરે. મેં કોંગ્રેસથી દુ:ખી થઈને તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. હું પક્ષનો સામાન્ય કાર્યકર બનીને કામ કરીશ. કેન્દ્રની ભાજપ સરકારે કલમ ૩૭૦ હટાવી ત્યારે મેં સમર્થન કર્યું હતું. જ્યારે મેં રાજીનામું લખ્યું ત્યારે લોકો કહેતા હતાં કે કમલમથી લખાયું છે. આ સમયે કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રામ મંદિર વિશે વિવાદિત નિવેદન કર્યું હતું. આનંદી બેન જ્યારે ભાજપમાં માંડલથી ચૂંટણી લડતા હતા ત્યારે મારા પિતા તેમની સાથે હતા. રાષ્ટ્રના હિતની વાત હોય ત્યારે રાજા નહીં સૈનિકની ભૂમિકામાં છું. હું ઘરવાપસી નથી કરતો અમે ઘરમાં જ હતા. અમે નક્કી કર્યું છે અને મને ભરોસો છે કે પાટીદાર આંદોલનમાં શહિદ થયેલા લોકોના પરિવારને મદદ કરીશું. તેમને નોકરી આપવા પ્રયાસ કરીશું, સરકારને પણ કહીશું કે મદદ કરે. ભાજપને ગાળો આપી હવે ઘરનો દીકરો માં બાપ પાસે માંગણી કરે છે. રાજ્ય સરકાર પાસે માંગણી કરે છે. આંદોલન ભલે સરકાર સામે ચાલ્યું અને પુરૂં પણ સરકારે જ કર્યું છે. સત્તા સામે લડ્યો છું. પપ્પા સામે ચોકલેટ લેવા ઝગડો જ છો ને.