નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મધરાત્રે દોડતી બાઈકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાકે, ચાલુ બાઈક પરથી ચાલક કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો. સિવિલનાં કર્મચારીઓઍ ફાયરના સાધનો વડે આગને કાબુમાં લીધી હતી.
કતારગામ, ગોટાલાવાડી સ્થિત શ્યામ ટાવરમાં રહેતા મણીલાલ પાલ નવી સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. મધરાત્રિના સમયે મણિલાલ પાલ પોતાની જીજે-૫, ઍમઍસ-૩૭૭૭ નંબરની બાઈક લઈને જઈ રહ્ના હતાં, ત્યારે ચાલુ બાઈક અચાનક બંધ થઈ જતાં તેને સેલ મારતા જ બાઈકમાં આગ ફાટી નીકળી હતી. આ જાઈને મણીલાલ પાલ બાઈક પરથી નીચે કૂદી જતાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. જાતજાતામાં બાઈક ભડભડ સળગી ઊઠી હતી. બાઈક બળતી જાઈને સિવિલ હોસ્પિટલનાં કર્મચારીઓ ફાયરની બોટલો લઈને દોડી આવ્યાં હતાં અને આગ પર મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આમ દોડતી બાઈકમાં સેલ મારવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગને કારણે નવી સિવિલ હોસ્પિટલમાં ઊભેલા તમામ લોકો દોડી આવ્યા હતાં અને આગમાં બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી