
અડાજણ સ્ટાર બજાર સામે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવતા ઍજન્ટે કેનેડાના વિઝા આપવાના બહાને ઍક વેપારી અને તેના પરિવારજનો પાસેથી રૂ. ૧૩ લાખ ૪૦ હજાર પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકમા નોધાઈ છે.
ડિંડોલીપ્રિયંકા ટાઉનશિપની પાસે શિવદર્શન સોસાયટીમાં રહેતા વેપારી રોહિતભાઈ હસમુખભાઈ ચણગાવાલાઍ એપ્રિલ-૨૦૧૮માં કેનેડા જવા માટેની જાહેરાત જાઈ હતી. ત્યારબાદ રોહિતભાઈઍ જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરી અડાજણ, સ્ટાર બજારની સામે રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી ગ્લોબલ વિઝા કન્સલ્ટન્સીની ઓફિસે ગયા હતાં, જ્યાં સિંગણપોર ચાર રસ્તા, માનસી રેસીડેન્સીમાં રહેતો રાજેન્દ્ર રવજી તરસડીયા નામનો ઍજન્ટ મળ્યો હતો. રોહિતે પોતાના તથા પિતરાઈ બહેન અર્પિતા અરવિંદ પેટીવાલા, બનેવી ચિંતન કુમાર રમેશ પટેલ સાથે કેનેડા જવા માટે વર્ક પરમિટની વાત કરી હતી. રાજેન્દ્રઍ વર્ક પરમિટ મળી જશે, તેવી લોભામણી વાતો કરી કામ કરવા માટે રૂ. ૯ લાખ ૪૦ હજાર રોકડ લીધા હતાં. ત્યારબાદ રૂ. ૪ લાખ ચેકથી મેળવ્યા હતાં. આમ, કુલ રૂ. ૧૩ લાખ ૪૦ હજાર લીધા બાદ રાજેન્દ્રઍ પૈસાની ઍક રસીદ આપી હતી. બાકીની રસીદો પ્રિન્ટર ખરાબ છે તેમ કહી આપી ન હતી. બીજી બાજુ સમયસર કેનેડાના વિઝા ન મળતાં રોહિતભાઈઍ રાજેન્દ્રનો સંપર્ક કર્યો હતો. રાજેન્દ્રઍ ગોળ-ગોળ જવાબ આપી સમય પસાર કર્યો હતો. ચાર વર્ષ વીતી ગયા બાદ પણ વિઝા ન મળતાં રોહિતભાઈઍ પૈસાની માંગણી કરી હતી. ત્યારે રાજેન્દ્રઍ તારાથી થાય તે કરી લે, હવે પૈસા મળશે નહીં. મારા ઘરે આવતા નહીં, નહીં તો પાછા સલામત તમારા ઘરે જઈ શકશો, તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે રોહિતભાઈઍ છેવટે અડાજણ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.