કોસંબા જુના જકાતનાકા પાસેના મરઘા કેન્દ્ર નજીકથી પસાર થતી નહેરમાંથી એક અજાણ્યા પુરુષની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
કોસંબા જુના જકાતનાકા પાસે નજીક કોઈ અજાણ્યા ઈસમોએ એક ૪૫ વર્ષીય યુવકને મોઢાના ભાગે પથ્થરના ઘા ઝીંકી તેની હત્યા કર્યા બાદ લાશને નહેરમાં ફેંકી દીધી હોવાની શક્યતા રહેલી છે. જ્યારે નહેર પાસેથી દારૂની ખાલી બોટલો પણ મળી આવતા મરનાર યુવકને હત્યારાઓએ દારૂ પીવડાવ્યા બાદ તેની હત્યા કરી નાંખી હોવાનું મનાઈ રહ્નાં છે. આ બનાવ અંગે કોસંબા પોલીસે અજાણ્યા સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.