
પલસાણાની ડી.બી. હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત જિલ્લા શિક્ષણઅધિકારી કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પલસાણાની ડીબી હાઇસ્કુલ ખાતે ‘નવી દિશા, નવા ફલક..’ ના સૂત્ર હેઠળ યોજાયેલ કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં તજજ્ઞ સુનિલભાઈ જાદવ અને સંદિપ રાઠોડ દ્વારા ગમે તેવી પરિસ્થિતિ આવે પણ નાસીપાસ થવું નહિ અને હિમ્મતપૂર્વક કામ કરશો તો જરૂર મંઝિલ સુધી પહોંચશો તેવું પ્રોત્સાહક પ્રવચન આપ્યું હતું અને રિઝલ્ટ સાથે કારકિર્દીને કોઈ લેવાદેવા નથી તેમ કહી નાસીપાસ નહિ થવા જણાવ્યું હતું. આ સેમિનારમાં સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાવિનીબેન પટેલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ વૈશાલીબેન પટેલ અને સુરત જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્નાં હતાં.