ઉધના ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યમંત્રી દર્શના જરદોશે આઠ વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકારે કરેલા કામોની વિગતવાર માહિતી પત્રકારોને આવી હતી.
કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્ના છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારથી ભારતીય જનતા પક્ષના પ્રભુત્વવાળી સરકારની રચના થઈ છે. દેશવાસીઓને થયેલા કામનો હિસાબ આપવાનો અને ભવિષ્યના રોડ મેપથી અવગત કરાવવા ઍ ભાજપ સરકારનું જમા પાસું રહ્નાં છે. સિંહની ખાસિયત હોય છે કે શિકાર કરીને પછી ઍ ઍકવાર પાછુ વળીને જુઍ છે કે પોતે જે કંઈ કાર્ય કર્યું છે તેનુ અવલોકન કરવું. જેને સિંહાવલોકન તરીકે ઓળખવામાં આવે છે. કાર્યકર્તાઓઍ પણ સરકાર માટે રાત-દિવસ ઍક કર્યા છે, પરસેવો પાડ્યો છે. તેના કામથી અવગત કરાવવા ઍ સરકારની પણ ફરજ છે. ત્યારે ૧૩ જેટલી ફ્લેગશીપ યોજના ચલાવી રહ્ના છીઍ. જી.ઍસ.ટી.ની આવકમાં સતત વધારો થઈ રહ્ના છે. જે નાગરિકોનો કેન્દ્ર સરકાર ઉપરનો વધતા જતાં વિશ્વાસનું પ્રતિક છે. મે મહિનામાં જી.ઍસ.ટી.ની આવક રૂ. ૧ લાખ ૪૧ હજાર કરોડ થઈ છે. આમ, વાર્ષિક ૪૪ ટકાનો વધારો અર્થતંત્રના વિકાસની પારાશીશી છે. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં ૨.૫ કરોડ, ગર્ભવતી મહિલાઓને ૧૦ હજાર કરોડની સહાય કરાઇ છે. આયુષ્માન ભારત ૧ લાખ ૧૮ હજાર હેલ્થ ઍન્ડ વેલનેસ સેન્ટર ઊભા કરવામાં આવ્યા. ૧૮ કરોડ આયુષમાન કાર્ડ આપ્યા. સાડા ત્રણ કરોડ લોકોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી. કોરોના વેક્સિનેશનમાં દેશમાં ૧૯૦ કરોડથી વધુ કોરોના રસીના ડોઝ અપાયા હતાં. પ્રધાનમંત્રી જન ધન યોજના દેશભરમાં ૪૫ કરોડ ૨૧ લાખ ખાતા ખુલ્યા. ફોરેન ડાયરેક્ટ ઇવેસમેન્ટ ૨૭૦૫ મિલિયન યુ.ઍસ. ડોલર થયું. કલમ ૩૭૦ નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય મોદી સરકારે કર્યો. મહિલાઓના હિતોને પ્રાથમિકતા આપી ટ્રીપલ તલાક જેવો કાયદો છે. આમ, ભાજપે આઠ વર્ષમાં કરેલા કાર્યો અંગેની માહિતી આપી હતી.