સામાજિક સેવાકીય ક્ષેત્રે હંમેશા આગળ રહેનાર ઍવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સુરતના યુવા ઉદ્યોગપતિ, અરુણા ટેકસટાઇલના માલિક સમ્રાટ પાટીલ દ્વારા પોતાના જન્મ દિવસની ઉજવણી પણ અનોખા અંદાજમાં કરવા જઈ રહ્ના છે. જન્મદિવસની ઉજવણી માત્ર ઉજવણી નહીં બની રહે પણ સમાજસેવાનું કાર્ય થાય ઍ રીતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. બાઇક રેલી અને સંગીત સંધ્યાના કાર્યક્રમ સાથે જ સમ્રાટ પાટીલ સુમન સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ ૧૦ના ૧૦૪૦ વિદ્યાર્થીઓને ૧૧૦૦ -૧૧૦૦ રૂપિયાના ચેક રવિવારે વિતરિત કરશે. આ અવસરે વિખ્યાત યૂટ્યુબર હિન્દુસ્તાની ભાઉ ખાસ ઉપસ્થિત રહેશે.
સમગ્ર આયોજન અંગે યુવા ઉદ્યોગપતિ સમ્રાટ પાટિલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ પોતાનો જન્મ દિવસ સમાજ સેવાના કાર્ય થકી ઉજવી રહ્ના છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેરણાથી અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટિલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી સહાયનું બીડું ઝડપ્યું છે. પાંચમી જૂનના રોજ જન્મ દિવસના અવસરે સાંજે સાડા પાંચ કલાકે નવાગામ ચિંતા ચોક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે સાઈ પોઇન્ટ થઈને લિંબાયત સંજયનગર સર્કલ પાસે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે પૂર્ણ થશે. સમગ્ર કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાશે. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ભાઈ ઝાંઝમેરા, મેયર હેમાલીબેન બોઘાવાલા સહિતનાં નેતાઓ ઉપસ્થિત રહેશે.