
સુરત જિલ્લા પોલીસના ઘલુડી ખાતે આવેલા હેડ ક્વોર્ટર્સના શેલ્ટર હોમમાં રાખવામાં આવેલી ચાર બાંગ્લાદેશી યુવતીઓ પોલીસની નજર ચુકવી ફરાર થઈ જતાં જિલ્લા પોલીસ દોડતી થઈ જવા પામી હતી.
કામરેજ પોલીસ દ્વારા ૧૧ મહિના પહેલા ખોલવાડ ગામ ખાતેથી બાંગ્લાદેશની વતની દીયા વિશ્વાસ, સુમૈયા શેખ, દુગની બેગમ મુલ્લા અને હાસી મુલ્લા નામની ચાર મહિલાઓની ધરપકડ કરી તેઓને ઘલુડીના શેલ્ટર હોમમાં રાખવામાં આવી હતી. જાકે, આ ચારેય યુવતીઓ પોલીસની નજર ચૂકવી ફરાર થઈ જતાં જિલ્લા પોલીસ દ્વારા તેઓને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.