અઠવાલાઈન્સ ખાતે આવેલા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ઍક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાઍ પત્રકારોને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા ગત ૧૫મી મેના રોજ પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી હતી.
આવતીકાલે રવિવારે આ યાત્રા પૂર્ણ થઈ રહી છે. આ યાત્રા થકી હજારો, લાખો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આમ આદમીના સંપર્કમાં આવ્યાં છે. લોકો ગુજરાતમાં પરિવર્તન ઈચ્છી રહ્નાં છે. આ યાત્રા રવિવારે પૂર્ણ થઈ રહી છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્નાં છે. છઠ્ઠી જૂને મહેસાણામાં ત્રિરંગા યાત્રા કાઢશે. જેમાં લોકોને અને કાર્યકર્તાઓને જાડાવવા માટે ગોપાલ ઇટાલીયાઍ આમંત્રણ આપ્યાં છે.