
માર્ચ અને ઍપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. ગત મહિને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૮૬.૯૧ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું ૮૭.૫૨ ટકા પરિણામ આવ્યું છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં પણ સુરતે ઍ-૧ અને ઍ-૨માં ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં ઍ-૧માં ૬૪૩ અને ઍ-૨માં ૪૩૮૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સુરત જિલ્લાનું સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓઍ શાળા પરિસરમાં પરિણામ જોયા બાદ સાફા પહેરી ગરબા કર્યા હતા. વિદ્યાર્થીઓઍ કહ્નાં હતું કે કોરોના લોકડાઉન બાદ પ્રથમવાર પરિણામ જાહેર થયું છે. જેમાં અમને સારી ઍવી સફળતા મળી છે તેથી અમે આ પરિણામને વધાવતાં ગરબા કર્યા છે.
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું ૮૭.૫૨ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના ઍ-૧માં ૬૪૩ અને ઍ-૨માં ૪૩૮૨ વિદ્યાર્થીઓઍ બાજી મારી છે. આ સાથે બી-૧માં ૭૫૨૧, બી-૨માં ૮૯૯૫, સી-૧માં ૮૧૨૮, સી-૨માં ૩૮૧૩, ડીમાં ૨૫૫ અને ઈમાં ૨ વિદ્યાર્થીઓ છે.ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત પ્રમાણે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું છે. સાથે ધોરણ ૧૦ બોર્ડના પરિણામોની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે. આગામી ૬ જૂને ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે.