વાંસદા ખાતે મધ્યાહ્ન ભોજન યોજનામાં જાડાયેલ બહેનો દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ પડતર પ્રશ્નોનાં મુદ્દે મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
વાંસદા તાલુકામાં ૨૨૫ જેટલી મહિલાઓ મધ્યાહ્ન ભોજન યોજનામાં હેલ્પર તરીકે કામ કરે છે અને તેઓને માત્ર મહીને ૧૪૦૦ રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે. જેના કારણે આ મહિલાઓનાં વેતનમાં વધારો થાય તેવી માંગણીઓની સાથે બહેનોઍ ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું.