આજે સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મજુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુમન આવાસ ખાતે પહોંચ્યા હતા. સુમન આવાસમાં ગંદકીને લઈને મહિલાઓઍ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જણાવ્યું હતું. જેથી હર્ષ સંઘવી વિફર્યા હતા અને મહિલાઓને કહ્નાં હતું કે, હાથમાં લાકડી લઈને બેસો, તો કોઈ ગંદકી નહીં કરે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુમન આવાસ ખાતે પહોંચતા મહિલાઓ દ્વારા ગંદકીને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. મહિલાઓઍ કહ્નાં હતું કે, આવાસમાં માવાની પિચકારીઓ મારવામાં આવી રહી છે. ત્યારે હર્ષ સંઘવીઍ મહિલાઓને કીધું કે, હાથમાં લાકડી લઈને બેસો, કોઈ માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં. મહિલાઓઍ હર્ષ સંઘવીને આવાસના પુરુષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે ફરિયાદ કરતા હર્ષ સંઘવીઍ કાર્યવાહી માટે આશ્વાસન પણ આપ્યું હતું. પુરૂષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે મહિલાઓ કહ્નાં હતું કે, પુરૂષોને કંઈ કહીઍ તો ગુસ્સો કરવામાં આવે છે. જેને લઈને હર્ષ સંઘવીઍ કાર્યવાહી માટે આશ્વાસન આપતા કહ્નાં કે કોઈ તમને હેરાન કરે કે કંઈ કહે તો મને ફોન કરજો. આવાસમાં ગ્રાઉન્ડને લઈને પણ રહીશો દ્વારા કંઈક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ત્યારે હર્ષ સંઘવીઍ ગ્રાઉન્ડને વ્યવસ્થિત બનાવવા ૫ લાખ રૂપિયાની તાત્કાલિક ગ્રાન્ટ આપી હતી.