
દક્ષિણ ગુજરાતના નવસારી-મરોલી અને સંજાણ-ભીલાડ વિભાગો વચ્ચે રોડ ઓવર બ્રીજના નિર્માણ માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, આજરોજ તા.૭મીને મંગળવારના રોજ કેટલીક ટ્રેનો નિયંત્રિત, ટૂંકી-ટર્મિનેટ, આંશિક રીતે રદ, ફરી શેડ્યૂલ કરવામાં આવશે.
ડાઉન ટ્રેનો યશવંતપુર-બાડમેર ૫૦ મિનિટ માટે નિયંત્રિત બાંદ્રા ટર્મિનસ-અમૃતસર ૪૫ મિનિટ માટે નિયંત્રિત, બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાઈ રોહિલા ૩૫ મિનિટ માટે નિયંત્રિત, કોચુવેલી-ચંદીગઢ ૨૫ મિનિટ માટે નિયંત્રિત, વિરાર-વલસાડ શટલ ૧ કલાક માટે નિયંત્રિત થશે. જ્યારે ટૂંકી ટર્મિનેટ અને આંશિક રદ કરાયેલી ટ્રેનમાં બાંદ્રા ટર્મિનસ-વાપી ટ્રેન ઉમરગામ રોડ પર ટૂંકી ટર્મિનેટ થશે અને ઉમરગામ રોડ-વાપી વચ્ચે અને વાપી-વિરાર વાપી-ઉમરગામ રોડ વચ્ચે રદ રહેશે.