અલથાણ ખાડી બ્રિજ પર સ્ટ્રીટ લાઈટના થાંભલા કાટ ખાઈ જતાં પડી જાય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. આ થાંભલા ગમે ત્યારે પડી જાય તો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ જવા મળી રહી છે.
ખાસ કરીને બ્રિજ પરથી પસાર થતાં વાહનચાલકો માટે અકસ્માતનું જાખમ વધારે રહેલું છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર સુરત મહાનગરપાલિકાને ફરિયાદ કરવા છતાં કાટ ખાઈ ગયેલા થાંભલા બદલવા માટે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. ભવિષ્યમાં આ થાંભલા પડી જાય અને અકસ્માત સર્જાય તો જવાબદારી કોના માથે, તેવા અનેક સવાલો ઊભા થયાં છે. આગળના દિવસોમાં ચોમાસું શરૂ થઈ રહ્નાં છે. જા આ થાંભલા વહેલી તકે ઉતારવામાં નહીં આવે તો ગંભીર પરિણામોં આવે તેવી શક્યતા રહેલી છે.