
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નશામુક્ત ભારત અભિયાનનું કેન્દ્ર સરકારે આયોજન કર્યું છે. જેના ભાગરૂપે ચોકબજાર ખાતે આવેલા પરિવર્તન વ્યસન મુક્તિ અને પુનર્વસન કેન્દ્ર ખાતે ઍક કાર્યક્રમનું આયોજન કરાયું છે.
જેમાં ડીઆરઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર મુરલી રાવ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્ના હતાં. આ કાર્યક્રમમાં વ્યસનથી થતાં ગેરફાયદા અંગે ઍક નાટક રજુ કરવામાં આવ્યો હતો. વ્યસન બર્બાદીના માર્ગે લઈ જતાં હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી લોકોને વ્યસનથી દૂર રહેવાનો મેસેજ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કસ્ટમ ડીપાર્ટમેન્ટના માહિતી અધિકારી હિતેન્દ્ર સિંહ અને સત્યેન્દ્ર સિંહ તથા પત્રકાર નીલમ સોલંકી તેમજ પરિવર્તન વ્યસન મુક્તિ કેન્દ્રના વિનય સોલંકી ઉપસ્થિત રહ્ના હતાં.