છેલ્લાં બે મહિનાથી રિંગરોડ બ્રિજનું રીપેરિંગ કામ ચાલી રહ્નાં છે. લગભગ ૮૦ ટકાથી વધુ કામ પૂરું થઈ જવા પામ્યું છે. બુધવારે રિંગરોડ બ્રિજ નીચે કલરકામની કામગીરી ચાલી રહી હતી.
તે વખતે ઍક યુવક કલરકામ કરી રહ્ના હતો, તે વખતે દોરડું છૂટી જતાં તે જમીન ઉપર પટકાયો હતો. આ જાઈને આજુબાજુનાં લોકો અને અન્ય મજૂરો દોડી આવ્યા હતાં. યુવકને કમરના ભાગે ઇજા પહોચતા તેને ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે તત્કાલ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.