
ડીટીસી સાઈટ દ્વારા રફના ભાવ બહાર જાહેર કરવામાં આવ્યા હતાં. જાહેર કરાયેલા ભાવમાં હલકી સાઈઝના રફના ભાવમાં ૫ થી ૮ ટકાનો વધારો થયો છે. જ્યારે પ્રિમિયમ રફના ભાવ યથાવત રહ્ના છે.
દિવાળી બાદ ખુલેલા હીરાના કારખાનાના વેકેશન બાદ હીરા ઉદ્યોગમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી તરફ યુક્રેન અને રશિયાના યુદ્ધની અસર પણ સુરતના હીરા માર્કેટ પર પડી છે. ભારતમાં આયાત થતી કુલ રફમાંથી ૩૦ ટકા રફ રશિયાથી આયાત થાય છે. યુદ્ધને કારણે અમેરિકાઍ રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા પર બેન મુકી દીધો છે. હીરા માર્કેટમાં શોર્ટ સપ્લાય થઈ હતી. ત્યારે હવે હીરા માર્કેટમાં ફરી તેજી જોવા મળી રહી છે. નાની જ્વેલરી સહિતના ઉપયોગમાં આવતી હલકી સાઈઝના રફ હીરાના ભાવમાં વધારો થયો છે.