
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા રોડ ખાતે ગોપીન ગામ નજીક ભાજપ દ્વારા સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ સહિત ભાજપના કાર્યકર્તા આગેવાનો ધારાસભ્ય અને સુરતના મેયર પણ ઉપસ્થિત રહ્ના હતા. મોટી સંખ્યામાં લોકોઍ સાયકલ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
૨૪ સુરત લોકસભા અમૃત મહોત્સવ સ્પર્ધા અંતર્ગત સુરત મોટા વરાછા અબ્રામા રોડ ખાતે આવેલા ગોપીન ગામ નજીક ઍક સાઇકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ સ્પર્ધામાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષ, સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, સુરતના મેયર હેમાલી બોઘાવાલા સહિતના ભાજપના કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા અને મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓઍ આ સાયકલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તો બીજી તરફ સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં અલગ અલગ તારીખે દોરડા ખેંચ, કબડી અને વોલીબોલ જેવી રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.