સુરત મ્યુનિસિપલની પાણી સપ્લાય કરતી મુખ્ય લાઇનમાં ભંગાણ દુર કર્યા બાદ પણ કેટલાક વિસ્તારમાં ઓછા દબાણે પાણી મળવાની ફરિયાદ સાથે મગદલ્લાના કેટલાક વિસ્તારમાં હજી પાણી પુરવઠો પૂર્વવત થયો નથી. ત્રણ દિવસથી પાણીનો કકળાટ હોવાથી સ્થાનિક મહિલાઓ મોરચો લઈને જળ વિતરણ મથક પહોંચી ગઈ હતી.મહિલાઓઍ સૂત્રોચ્ચાર કરી પાણી મુદ્દે વિરોધ નોîધાવ્યો હતો. આ સમસ્યા છેલ્લા ત્રણથી ચાર વર્ષથી લોકો ભોગવી રહ્ના છે. છતાં પણ સુરત શહેરના શાસકો અને અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્ના છે. જેને કારણે મહિલાઓની મુશ્કેલી વધી રહી છે. પાલિકાઍ હાલ ટેન્કરથી પાણી પુરવઠો આપવાનું શરૂ કરવા સાથે આ વિસ્તારમાં પાણી કેમ મળતું નથી તેની તપાસ પણ શરૂ કરી દીધી છે.
સુરતના સરથાણાથી અલથાણ ની ૧૦૦૦ ઍમ.ઍમ.ની પાણીની લાઈનમાં શનિવારે મોડી રાત્રે ભંગાણ પડ્યા બાદ ૪૦ કલાકની જહેમત બાદ પાલિકા તંત્રઍ લાઈન લીકેજ શોધીને રીપેર પણ કરી દીધી હતી. આ લાઈન રિપેર કર્યા બાદ બે દિવસ કેટલાક વિસ્તારમાં ઓછા દબાણે પાણી પુરવઠો મળે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. પાણી પુરવઠો શરૂ કરતા મોટા ઍપાર્ટમેન્ટ દ્વારા મોટરથી પાણી ખેંચવાનું શરૂ કરતા અનેક વિસ્તારમાં પાણીની બુમ શરૂ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાણીની લાઈનમાં જે ભંગાર થયો હતો. નવા મગદલ્લા ભવાની મહોલ્લામાં રહેતા જાગૃતિ પટેલે જણાવ્યું કે, અમે છેલ્લા ચાર દિવસથી બીજાના ઘરે જઈને કપડાં ધોઈ રહ્ના છે. રસોઈ માટે પણ પાણી મળી રહે તેવી સ્થિતિ નથી. મંદિર પાસે તેમજ ઓઍનજીસીની મદદથી યુવાનો માત્ર પાણી મળી રહ્નાં છે. ઍ સિવાય કોર્પોરેશનને અમારા મહોલ્લામાં છેલ્લા ચાર દિવસથી પાણી આવતું ન હોવા છતાં કોઇ વ્યવસ્થા કરી નથી. થોડા વર્ષો પહેલા અધિકારી આવીને જોઈ ગયા હતા. તેમણે કહ્નાં હતું કે, લાઈન બદલવી પડશે અને કામ ઝડપથી કરી નાખીશું. પરંતુ આજદિન સુધી આ કામ થયું નથી. છેલ્લા ચાર દિવસથી સ્થિતિ ઍવી થઈ છે કે, નાહવા ધોવા માટે નહીં પરંતુ પીવા માટે પણ પાણી નથી. અમારે શૌચાલય કરવા ક્યાં જવું તે પણ હવે ઍક મોટો પ્રશ્ન થઈ ગયો છે. મહિલાઓઍ જણાવ્યું હતું કે, અમારા કોર્પોરેટરો અમને કોઈ મદદ કરી રહ્ના નથી. સવારે પાંચ વાગ્યે પાણી તમને મળવું જોઈઍ તે મળતું નથી. અમે અધિકારીઓને વહેલી સવારમાં જ ફોન કરવાનું શરૂ કરી દઈઍ છીઍ. પરંતુ ઍક પણ અધિકારી અમારો ફોન નથી ઉપાડતા. સ્થાનિક કોર્પોરેટરો પણ છેલ્લા બે દિવસથી સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્ના છે. પરંતુ તેમણે પણ આજદિન સુધી અમારો ફોન ઉપાડ્યો નથી. આખરે નાછૂટકે મહિલાઓ મોરચો લઈ વેસુ જળ વિતરણ કેન્દ્ર મથકે પહોંચી ગયા હતાં. મહિલાઓઍ વેસુ જળ વિતરણ મથકની બહાર અધિકારીને ઘેરી લઈ પાણી અંગે રજુઆત કરી હતી, પરંતુ કોઈ જવાબ ન મળતાં છેવટે મહિલાઓઍ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો હતો. પાણી વહેલી તકે મળે તેવી માંગ કરી રહ્નાં છે.લોકોનો રોષ જોઈને પાલિકા તંત્રઍ તાત્કાલિક ટેન્કરથી પામી સપ્લાય શરૂ કરી દીધો છે સાથે રીપેરીંગ થઈ ગયું હોવા છતાં આ વિસ્તારમાં પાણી પુરવઠો કેમ મળતો નથી તેની તપાસ પણ હાઇડ્રોલિક વિભાગ શરૂ કરી દીધી છે.