
સુરતના અઠવા પોલીસ લાઈનમાં જર્જરીત મકાનોમાં રહેતા પોલીસ પરિવારને ૭ દિવસમાં ઘર ખાલી કરવાની ગુજરાત પોલીસ હાઉસિંગે નોટિસ આપવામાં આવી છે. જેને પગલે પોલીસ પરિવારની મહિલાઓ પોલીસ કમિશનર કચેરી પર રજૂઆત કરવા માટે પહોંચી હતી. પોલીસ પરિવારે નવા બનેલા આવાસોમાં મકાન ફાળવવામાં આવે તેવી માગ કરી હતી.
અઠવા પોલીસ લાઈનમાં ૧૨૬ જેટલા પરિવારો રહે છે સુરતની અઠવા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પરિવારને ગુજરાત પોલીસ હાઉસિંગે ૭ દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. પોલીસ પરિવારના સભ્યોની માંગણી છે કે, તેમને નવા બનેલા આવાસોમાં મકાનની ફાળવણી કરવામાં આવે. જર્જરીત થયેલા અઠવા પોલીસ લાઈનના મકાનોમાં ૧૨૬ જેટલા પરિવારો રહે છે અને તમામને નોટિસ મળતાં તેઓ ચિંતામાં મુકાયા છે કે, હવે ચોમાસાની ઋતુને ગણતરીના દિવસોની વાર છે. ત્યારે મકાન ખાલી કરવાની નોટિસ મળી છે. તો આવી પરિસ્થિતિમાં કઈ રીતે અન્ય જગ્યા પર રહેવા જેવું કરી પોલીસ પરિવારની તમામ મહિલાઓ ઍકઠી થઈને સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચી હતી. જ્યાં તેમને પોલીસ અધિકારીને રજૂઆત કરતાં તેમને જવાબ મળ્યો હતો કે, નવા બનેલા આવાસોમાં તમને મકાન મળશે નહીં.નવા બનેલા આવાસોમાં મકાન ફાળવવા માગ દીપીકા પટેલે જણાવ્યું કે અમને ઘર ખાલી કરવાની નોટિસ મળી છે. બીજી તરફ નવું મકાન પણ આપવામાં આવ્યું નથી. આ પરિસ્થિતિમાં અમને ઍવું કહેવામાં આવે છે કે તમે ભાડાના મકાનમાં રહેવા જાવ. અમારે કઈ રીતે ભાડાનું મકાન વર્તમાન પરિસ્થિતિમાં શોધવું. મહત્વની વાત છે કે પોલીસ કર્મચારીનું પગારધોરણ નીચું હોય છે અને તેમાં સાતથી આઠ હજાર રૂપિયા ઘરભાડું પોલીસ પરિવારના સભ્યોને કઈ રીતે પોસાય તે પણ ઍક સવાલ ઊઠે છે. તેથી પોલીસ પરિવારની માગણી છે તેમને નવા બનેલા આવાસોમાં મકાન ફાળવવામાં આવે છે. જેથી તેમણે પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી ન પડે.