પાલિકામાં ૭૩ ડી હેઠળના મંજૂર કરાતા કામો સામે ફરી સવાલો ઉભા થયા છે. જેમાં કાર્યાપલક ઇજનેર, ઝોનલ ચીફને તાકીદનું કામ હોય તો અમુક રકમ સુધી ખર્ચ કરવાની સત્તા અપાઇ છે. બુધવારે જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં વેસુ- વીઆઇપી રોડ પર ૩ વર્ષ પહેલા લગાવેલી સ્ટીલની ડસ્ટબીન અને બેન્ચ બદલવાના ખર્ચને જાણ લેવાનો કામનો વિરોધ કરાયો હતો.
વીઆઈપી રોડ પર શ્યામ મંદિરથી વેસુ જંકશન સુધીના રસ્તા પર સ્ટીલની ડસ્ટબીન અને બેસવા માટે બેન્ચીસ મુકાઇ છે.આના રિપેર અને મેઇન્ટેઇન્સ ના મુદ્દે વિપક્ષી સભ્ય મહેશ અણધણે આક્ષેપ લગાવ્યો છે કે, શહેરના વીઆઇપી રોડ પર વી.આઇ.પી લોકો માટે વી.આઇ.પી ડસ્ટબિન અને બેસવા માટે બેંચીસ મુકાઇ છે. જેમાં ૩ ડસ્ટબીન ડ્રમ રિપેરીંગ અને મેઇનટેન્સ પાછળ ૧૯,૫૦૦ અને ૬૨૦૦ મળી ૨૫૭૦૦નો ખર્ચ દર્શાવ્યો છે.હાલમાં ૫-૬ વર્ષ જૂના કામો પણ મંજૂરી માટે આવતા પ્ર‘ો ઉભા થઇ રહ્ના છે. જેમાં વર્ષ ૨૦૧૭માં પીઍમ સુરત આવ્યા હતા ત્યારે ૧૫ લાખના ખર્ચે મેટલ ગ્રાઉટીંગ કરાયું હતું. જેનું કામ ૧૭મેની બેઠકમાં ૭૩ ડી હેઠળ મંજૂરી માટે આવ્યું હતું. આમ ૫ વર્ષ જૂના કામો અત્યારે મંજૂરી માટે આવતા ૭૩ ડી હેઠળના કામોમાં કૌભાંડનો આક્ષેપ વિપક્ષે કર્યા છે.આપના સભ્ય મહેશ અણધણે જણાવ્યું કે, વીઆઇપી રોડ પર ૧૯,૫૦૦ના ખર્ચે લાગેલી આટલી મોંઘી ડસ્ટબીન શહેરમાં ક્યાંય નથી. બેન્ચીસ – ડસ્ટબીનનું કામ ૩ વર્ષ પૂર્વે કરાયું હતું. સ્થળ તપાસ કરતા ખબર પડી કે બેન્ચ અને ડસ્ટબીન બદલવાની જરૂર નથી.જાહેર બાંધકામ સમિતિના સભ્ય ગેમર દેસાઇઍ જણાવ્યું કે, સ્ટીલની ડસ્ટબીન હોવાથી મોંઘી છે. માત્ર ૪થી ૫ ડસ્ટબીન જ બદલવા લાયક છે. બેન્ચ પર પીવીસી સીટ બદલવા લાયક હોય, વેલ્ડીંગ અને કલર કરવા લાયક કામો હશે તે જ મરામત કરાશે.