
શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને બોર્ડના પરિણામો જાહેર થતાં જ હવેથી ડિપ્લોમા તથા ડિગ્રી સહિતની ઇન્સ્ટિટ્યુટોમાં ઍડમિશન લેવા માટે વિદ્યાર્થીઓ દોડધામ કરી રહ્નાં છે.
જાકે, પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ દાખલાઓની જરૂરિયાત હોવાને કારણે કચેરીઓમાં કતારો જાવા મળે છે. સુરતની બહુમાળી કચેરીઓમાં વહેલી સવારથી જ જાતિ અને આવક તેમજ ક્રિમિનિલિયર સર્ટિફિકેટો મેળવવા માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની કતારો જાવા મળે છે. જાકે, યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના કારણે તેઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્ના છે.