પૂણા, નિયોલ કુંભારિયા, નહેરવાળા રોડ પરથી સુરત ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દારૂ ભરેલો ટેમ્પો અને પાયલોટિંગ કરતા મોપેડ સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતાં. જ્યારે એક બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, કાર, મોપેડ વગેરે મળી કુલ રૂ. ૧૧ લાખ ૪૨ હજારની મત્તા કબજે કરી છે.
સુરત ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, પૂણા, નિયોલ કુંભારિયા નહેરવાળા રોડ પરથી દારૂ ભરેલો ટેમ્પો પસાર થવાનો છે. પોલીસથી બચવા માટે એક મોપેડ સવાર પાયલોટિંગ પણ કરી રહ્ના છે. આ હકીકતના આધારે સુરત ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી દારૂ ભરેલા ટેમ્પા અને મોપેડ સાથે બે જણાંને ઝડપી પાડ્યા હતાં. પોલીસે પૂછપરછ કરતા તેઓએ પોતાની ઓળખ ગોડાદરા નહેર, ધીરજનગરમાં રહેતો દદ્દન શ્રીકાંત ચૌબે અને એ.કે. રોડ દીનબંધુ સોસાયટીમાં રહેતો રંજન ઉર્ફે નિરંજન વીરેન્દ્ર પ્રધાન તરીકે આપી હતી. ક્રાઇમ બ્રાંચે ટેમ્પાની તલાશી લેતા અંદરથી રૂ. ૨ લાખ ૭૭ હજારની ૨ હજાર ૩૨૮ નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે આ અંગે પૂછપરછ કરતા એ.કે. રોડ સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતો જિગર ઉર્ફે પિસ્તોલ સુધીર સાવલીયા નામના બુટલેગર સાથે મળીને દારૂનો જથ્થો વેચાણ અર્થે સુરતમાં લાવ્યા હોવાની કબુલાત કરી હતી. આ હકીકતના આધારે ક્રાઇમ બ્રાંચે જિગરને વોન્ટેડ જાહેર કરી દારૂનો જથ્થો, મોબાઈલ, મોપેડ તથા ટેમ્પો મળી કુલ રૂ. ૧૧ લાખ ૪૨ï હજારની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.