
લિંબાયત શાહપુરાના રામનગરમાં જૂની અદાવતની તકરારમાં સરાજાહેર એક યુવકની હત્યા કરી નાંખવાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. લિંબાયતમાં માથાભારે વ્યક્તિ ગણાતા હત્યાના કેસના આરોપીની સરાજાહેર હત્યાથી માહોલ તંગ થયો છે. ગુરૂવારે રાત્રે કરપીણ હત્યાને લઇ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગુનો નાંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભોદવડ ગામના વતની અને હાલમાં લિંબાયતïના મારુતિ સર્કલ પાસે આવેલા રામનગરના બેલીમ વિલા ફ્લેટમાં રહેતા સલમાન ઉર્ફે મુરઘીની અગાઉ લિંબાયત વિસ્તારમાં રહેતા ગુફરાન મન્સુરી નામના યુવકની થયેલી હત્યાની અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. મરણ જનાર સલમાન ઉર્ફે મુરઘી પિંજારી તેના મિત્રોએ ભેગા મળીને અગાઉ ૨૦૧૮માં લિંબાયત ખાતે રહેતા ગુફરાન મન્સૂરી નામના છોકરાની હત્યા કરી હતી. તે ગુનામાં સલામન જામીન પર છૂટ્યો હતો.ગુફરાન મન્સુરીની હત્યા કરી હતી અને તે જામીન પર છૂટીને આવ્યા બાદ ગુફરાનના મિત્ર જુનેદે તેને લિંબાયત, શાહપુરામાં જાહેરમાં જ છાતી અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. હત્યા કેસમાં જામીન પર મુક્ત થયેલો સલમાન મુરઘી લિંબાયત, શાહપુરા મન્સૂરી હોલ પાસેના લગ્ન મંડપમાં ઊભો હતો ત્યારે હુમલાખોરોએ સલમાનને ખેંચી લઈ જઇ ચપ્પુના ઘા મારી ભાગી હતાં. રાતે ૯થી ૯-૧૫ કલાક દરમિયાન આ ઘટના બનતાં ભાગ દોડ મચી ગઇ હતી. મૃતક સલમાનને માથાના પાછળના ભાગે, બન્ને હાથના, ખભાના પાછળના ભાગે અને છાના વચ્ચેના ભાગે ચપ્પુના ઘા મરાતા તે લોહી લુહાણ થઇ ગયો હતો. તેને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. રાત્રીના સમયે લીંબાયતમાં બનેલી હત્યાની ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. રાત્રીના સમયે હત્યાનો બનાવ બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. આ મામલે મૃતક સલમાનના પિતા મન્સુર પિંજારાની ફરિયાદ લઈ લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે